પહેલા 100 ધંધા માટે લૉન્ચ ઑફર. વિગતો કિંમતના પેજ પર
KioSnap

Day Book થી તમારો દિવસ ક્લોઝ કરો

Charcoal અને તેનાથી ઉપરના પ્લાન પરબધા પ્લાન જુઓ →

Day Book એ સવાલનો જવાબ છે જે દરેક રોકડવાળો ધંધો રાત્રે પૂછે છે: ડ્રોઅરમાં જે છે એ વેચાણ સાથે મળે છે ખરું? એ ટ્રૅક કરે છે કે તમે Cash, UPI અને Card થી કેટલું ભેગું કર્યું, ગણી આપે છે કે ડ્રોઅરમાં કેટલું હોવું જોઈએ, અને દરેક દિવસને મહિનાના ચોપડામાં લૉક કરી દે છે.

  1. Day Book ખોલો

    સાઇડબારમાં (કે KioSnap Vendor ઍપના મેનૂમાં) "Day Book" પર ટૅપ કરો. "Day" વ્યૂ આજ પર ખૂલે છે અને ત્રણ કાર્ડ આ જ ક્રમમાં બતાવે છે: "Cash drawer", "Money in" (Cash, UPI, Card, રિફંડ સાથે) અને "Cash expenses". તારીખ પર ટૅપ કરીને કોઈ પણ જૂનો દિવસ પસંદ કરો, કે "Month" પર જાઓ.

  2. તમારું opening cash સેટ કરો

    "Cash drawer" કાર્ડમાં "Set opening cash" પર ટૅપ કરો (કે બદલવા "Opening cash" વાળી લીટી પર) અને દિવસની શરૂઆતમાં ડ્રોઅરમાં જે છૂટા પૈસા હતા એ નાખો.

  3. ડ્રોઅરમાંથી લીધેલી રોકડ નોંધો

    કોઈ પણ રોકડ ખર્ચ (સામાન, સ્ટાફને આપેલો એડવાન્સ) સીધો ડ્રોઅર કાર્ડમાં "Add expense" થી ઉમેરી દો. પછી કાર્ડ બરાબર બતાવે છે કે ડ્રોઅરમાં કેટલું હોવું જોઈએ: opening cash + રોકડ વેચાણ − રોકડ ખર્ચા.

  4. પહેલા બાકી બેલેન્સ સેટલ કરો

    જો કોઈ ઓર્ડર પર હજી પૈસા બાકી હોય, તો ઉપર એક નોટ તમને જણાવે છે (જેમ કે "2 orders still owe money"). Counter બોર્ડ પર એ વસૂલ કરી લો જેથી તમારા ટોટલ સાચા રહે.

  5. ગણો અને ક્લોઝ કરો

    "Count cash and close day" પર ટૅપ કરો. "Close day" માં, "Cash you counted" માં તમે ખરેખર ગણેલી રોકડ નાખો. એક લાઇવ લાઇન બતાવે છે "Tallies exactly", "Over by ₹50" કે "Short by ₹50". ઇચ્છો તો "Check UPI and card too" ઑન કરીને UPI અને કાર્ડના આંકડા તમારી પેમેન્ટ ઍપ સાથે મેળવી લો, એક નોંધ ઉમેરો, અને "Close day" પર ટૅપ કરો.

  6. ભૂલ થાય તો બેફિકર થઈને સુધારો

    ખોટા આંકડાથી ક્લોઝ થઈ ગયું? "Reopen to correct" દિવસ ફરી ખોલી આપે છે. દરેક સુધારો નોંધાય છે, કંઈ ખોવાતું નથી.

બિલિંગ અને POS: શું કરે છે અને કેટલું લાગે છે

જાણવા જેવું

  • થોડા દિવસ રહી ગયા? એક જ વાર ડ્રોઅર ગણીને બધા સાથે ક્લોઝ થઈ શકે છે: "Close day" માં "Include 2 earlier days" ટિક કરો અને "Close 3 days together" દબાવો.
  • જ્યાં સુધી ગઈકાલનો હિસાબ ક્લોઝ (કે સ્કિપ) ન થાય, ત્યાં સુધી ડેશબોર્ડ પર એક રિમાઇન્ડર બેનર તમારી સાથે ફરતું રહે છે.
  • મહિનાના ચોપડા માટે "Month" વ્યૂ પર જાઓ: દરેક ક્લોઝ કરેલો દિવસ, ટોટલ અને ફરક એક જ જગ્યાએ.

આમાં જ અટકી ગયા?

અમને WhatsApp પર મેસેજ કરો. અમે સાથે રહીને કરાવી દઈશું.